મોરબી : મોરબી પોલીસવડા ડો. કરણરાજ વાઘેલા દ્વારા દિવાળી બોનસ રૂપે 18 પોલીસ કોન્સ્ટેબલોને હેડ કોન્સ્ટવબલ તરીકે બઢતી આપતા પોલીસબેડામાં ખુશીનો માહોલ છવાયો હતો. મોરબી પોલીસવડા ડો. કરણરાજ વાઘેલા દ્વારા મોરબી તાલુકા, મોરબી સીટી એ ડીવીઝન, મોરબી સીટી બી ડીવીઝન, માળીયા મિયાણા, હળવદ, વાંકાનેર સહિતના પોલીસમથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલોને હેડ કોન્સ્ટવબલ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું. આ 18 પોલીસ કોન્સ્ટેબલોમાં મોરબીના વિવિધ મથકોમાં ફરજ બજાવતા નરવીરસિંહ જાડેજા, રાજવીરસિંહ જાડેજા, દીપકસિંહ વાઘેલા, ભરતકુમાર આલ, તેજસ વિડજા, જશપાલસિંહ જાડેજા, વિપુલ કુલતરીયા, વિક્રમ શિહોરા, નરેન્દ્ર ગોસ્વામી, મનહરલાલ સદાદીયા, મહેશ બારડ, રમેશ સોલંકી, મનીષ બારૈયા, યુવરાજસિંહ જાડેજા, મોમજીભાઈ ચૌહાણ, અર્જુનસિંહ ઝાલા, મહિપાલસિંહ વાળા તથા જગદીશભાઈ ડાંગરનો સમાવેશ થાય છે.