મોરબી : ગઈકાલે તા. ૨૦/૧૦/'૧૯ના રાત્રે ૧૦થી ૧૨ વાગ્યાના સમય દરમિયાન નગરપાલિકા દ્વારા નાઈટ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેના અંતર્ગત નગરપાલિકાની સીટી બસ પુરા શહેરમાં ફેરવી રોડ પર સુઈ રહેલા ઘર વિહોણા 9 જેટલા લોકોને લખધીર વાસમાં આવેલ ધર્મશાળા રેનબસેરામાં સુવા માટે આશરો આપવામાં આવ્યો હતો. જે માટે નોડલ ઓફિસર ધીરુભાઈ, યોજનાના મેનેજર હરેશભાઈ અને ચતુરભાઈ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી. ઉલ્લેખનીય છે કે ફુટપાથને પોતાનું ઘર બનાવીને રહેતા લોકોને રેનબસેરા આશરો આપે છે ત્યારે નગરપાલિકા દ્વારા લોકોને જરૂરિયાતમંદોને રેનબસેરા પહોંચાડવા માટે અપીલ કરાઈ છે. તેમજ તેવા લોકોની જવાબદારી નગરપાલિકા ઉઠાવશે તેવી જાણ કરવામાં આવી છે.