મોરબી : મોરબીને સ્વચ્છ અને સુંદર બનાવવાની નેમ લઇને નીકળેલી સ્વચ્છતા ટિમ આજે કન્યા છાત્રાલય રોડ પર પહોંચી હતી. આજ ના અભિયાન માં 70-80 લોકો જોડાયા હતા અને આખા કન્યા છાત્રાલય રોડ ને વ્યવસ્થિત રીતે સાફ કર્યો હતો . આજ ના અભિયાન માં મોરબી ની ખ્યાતનામ કંપની A&J Micron 30 થી વધુ મેમ્બરો સાથે જોડાયી હતી. આજ ના અભિયાન દરમિયાન ધ્યાન માં આવ્યું કે આખા રોડ પર એક પણ મોટી કે નાની કચરા પેટી નથી જેથી લોકો દ્વારા રોડ પર કચરો ઠાલવવા માં આવે છે. તે વાત ને ધ્યાન માં લઇ ને મોરબી સ્વચ્છતા અભિયાન ટિમ તંત્ર ને વિનંતી કરે છે કે તંત્ર આ રોડ પર કચરા પેટી ની વ્યવસ્થા કરે અને નિયમિત આ રોડ પર સફાઈ માં ધ્યાન આપે જેથી આ રોડ પર પસાર થતા રોજ ના 2000 થી વધુ વિદ્યાર્થીઓ ના આરોગ્ય પર અસર ના પડે. તે ઉપરાંત A&J Micron તરફ થી જોડાયેલા પ્રતિનિધિઓ એ જણાવ્યું કે આજુ બાજુ માં 25 થી વધુ સોસાયટીઓ આવેલ છે તો એ સોસાયટી માં રહેતા લોકો ઘરે આવતા ટ્રેક્ટર માં જ કચરો નાખે અને સુપર માર્કેટ ના વેપારીઓ પ્લાસ્ટિક ના ઝબલા નો ઉપયોગ ટાળે . [gallery ids='74260,74261,74262,74263,74264,74265']