આઉટ પોલીસ ચોકી ની બાજુમાં જ ગેરેજમાં પડેલા બાઈક સળગાવ્યા હળવદ: હળવદ તાલુકાના ટીકર ગામે કોઈ આવારા તત્વો ગેરેજ માં પડેલા ત્રણ બાઇકમાં આગ ચાંપી દીધી હતી જે અંગેની જાણ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે દોડી જઇ બાઈક કેમ ચલાવાય છે અને કોને સળગાવ્યા છે તેમ સહિતની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ટીકર ગામે આવેલ નસીબ ઓટો ગેરેજ માં રીપેરીંગ મા આવેલા ત્રણ બાઇકમાં ગતરાત્રીના કોઈ અવારા તત્વો દ્વારા આ ચાંપી દેતા બાઈક સળગી ગયા હતા જોકે બનાવની જાણ ગ્રામજનોને થતા ગામ લોકોના ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આવું કૃત્ય કરનાર સામે પોલીસ યોગ્ય કાર્યવાહી કરેલ તેવી માંગ કરી હતી બનાવની જાણ પોલીસને થતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઇ છે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ ટીકર ગામે જે ગેરેજમાં બાઈક સળગાવવામાં આવ્યા છે તેની બાજુમાં છે ટીકર આઉટ પોલીસ ચોકી પણ છે ગામલોકોના જણાવ્યા મુજબ અહીં રાત્રિના બે હોમગાર્ડના જવાનો પણ હોય છે તેમ છતાં અહીં બાઈક સળગાવ્યા નો બનાવ બન્યો હતો આ અંગે ટીકર ગામના અગ્રણી વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે ગત રાત્રીના કોઈ અસામાજિક તત્વો દ્વારા એક સામાન્ય પરિવારનો યુવાન ગેરેજ ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે તેની ગેરેજમાં રીપેરીંગ આવેલા ત્રણ બાઇકમાં આગ ચાંપી દેવાના બનાવને પગલે પોલીસ યોગ્ય તપાસ કરે તે જરૂરી છે