અગાઉ પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા નામ ખુલ્યું હતું મોરબી : મોરબીમાં બે મહિના પહેલા એક મહિલાના ગળામાંથી સોનાં ચેનની ચિલઝડપ કરી ફરાર થયેલા જસદણના આરોપીને રાજકોટ પોલીસે પકડી લીધા હતા. જે બાદ મોરબી પોલીસે તેનો કબ્જો મેળવી પૂછપરછ કરતા વધુ એક આરોપીનું નામ ખુલ્યું હતું. મોરબી એ ડિવિઝન પોલીસે ફરાર આરોપીને ઝડપી લીધો હતો અને તેની સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. બનાવની પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ મોરબીમાં 29 ઓગસ્ટના રોજ એક ચિલ્ઝડપની ઘટના બની હતી.જેની પોલીસ ફરિયાદ નોંધાતા મોરબી એ ડિવિઝન પોલિસે સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી હતી. દરમીયાન આરોપીઓ રાજકોટ તરફ જતા હોવાનું સામે આવતા મોરબી પોલીસે રાજકોટ પોલીસની મદદથી મૂળ જસદણનાં એક આરોપીને ઝડપી લીધો હતો અને તેનો કબ્જો મેળવી પૂછપરછ કરી હતી પકડાયેલા આરોપીએ તેના અન્ય એક સાથી રાહુલ અરવિંદ વાળા નું નામ લીધુ હતું.બન્ને સાથે મળી ઘટનાને અંજામ આપ્યાનું કબૂલ કરતા પોલીસે રાહુલ અરવિંદ વાળા ને ઝડપી લીધો હતો. અને તેની સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.