મોરબી : રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ મોરબીમાં આવેલી એલ.ઇ.કોલેજ ખાતે ડિસ્ટ્રીક ટોબેકો કંટ્રોલ સેલ મોરબી અને ફેઈથ ફાઉન્ડેશન વડોદરાના સયુંકત ઉપક્રમે 'યલો લાઈન કેમ્પઈન'નો પ્રારંભ થયો હતો. આ કેમ્પઈન હેઠળ COTPA ACT 2003 સેક્શન 6B મુજબ કોઈ પણ શૈક્ષણિક સંસ્થાની આસપાસ 100 વારની ત્રિજ્યામાં તમાકુ અથવા તમાકુની કોઈ પણ પ્રોડક્ટના વેચાણ પર પ્રતિબંધના સખ્ત અમલીકરણ માટે કોલેજની 100 વાર ત્રિજીયાએ યલો લાઈન દોરીને 'તમાકુ મુક્ત સંસ્થાન' ચિન્હ બનાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ ભાષામાં વક્તવ્ય, કવિતા અને એકપાત્રીય અભિનય સહિતની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ કૃતિઓ રજૂ કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ઇનામોથી નવાજવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત અધિકારીઓ, કોલેજ સ્ટાફગણ અને વિદ્યાર્થીઓએ તમાકુ મુક્ત શાળા-કોલેજો, ઘર-ગામ અને શહેરો તથા જિલ્લાને તમાકુ મુક્ત બનાવવાના શપથ લીધા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. જે.એમ.કતીરા, એપેડેમીક મેડીકલ ઓફિસર ડૉ. સી.એલ.વારેવાડિયા, ફૂડ એન્ડ ડ્રગ ઇન્સ્પેકટર સી.કે.નિમાવત, પો.ઇન્સ. જે.એમ.પાલ, કોલેજના પ્રિન્સિપાલ એસ.એન.પંડ્યા, DIECO જી.વી.ગાંભવા, સોશિયલ વર્કર તેહાન શેરસિયા તથા ફેઈથ ફાઉન્ડેશનના અક્ષય અગ્નિહોત્રી, ભરતભાઇ, ચિરાગભાઈ, હસમુખભાઈ સહિત કોલેજનો તમામ સ્ટાફગણ ઉપસ્થિત રહ્યો હતો. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274