નવા નિમણૂક પામેલા ચીફ ઓફિસર એક અઠવાડિયાથી દેખાયા જ નથી : ચાર્જમાં રહેલા અધિકારી પણ ડોકતા ન હોવાથી વહીવટી કાર્ય ઠપ્પ : લોકોને વિવિધ સમસ્યાઓ માટે થતા ધરમના ધક્કા મોરબી : મોરબી નગરપાલિકામાં થોડા સમયમાં જે એક નવા ચીફ ઓફિસરની કાર્યમી નિમણૂક કરવામાં આવી હતી.પણ આ નવા ચીફ ઓફિસર હજુ સુધી દેખાયા જ નથી અને એક અઠવાડિયાથી તેઓએ ચાર્જ ન સંભાળતા મોરબી પાલિકા ઘણી ધોરી વગરની હોય તેવો ઘાટ સર્જાયો છે.કારણે ચાર્જમાં રહેલા અધિકારી પણ ન ડોકતા પાલિકાનો વહીવટ ઠપ્પ થઈ ગયો છે.પાલિકામાં લોકોની રજુઆત કોઈ સંભળવવા વાળું જ નથી.આથી લોકોને વિવિધ સમસ્યાઓ તથા અન્ય જરૂરી કામ માટે ધરમના ધક્કા થઈ રહ્યા છે. મોરબી નગરપાલિકામાં ઘણા સમયથી મહત્વની ચીફ ઓફિસરની જગ્યા ખાલી હોવાથી અંતે રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા થોડા સમય પહેલા કલ્પેશ ભટ્ટની મોરબી પાલિકાના નવા અને કાયમી ચીફ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને આ નિમણૂક કર્યાના બીજા દિવસે જ તેમને મોરબી પાલિકાનો ચાર્જ સાંભળી લેવાની તાકીદ કરવામાં આવી હતી.પણ આ નવા ચીફ ઓફિસર હજુ સુધી પાલિકામાં ફરકયા જ નથી. એક અઠવાડિયાથી તેઓ મોરબી પાલિકાનો ચાર્જ સાંભળ્યો જ નથી.જ્યારે પાલિકાના ચીફ ઓફિસરનો કામ ચલાઉ પૂરતો જેની પાસે ચાર્જ છે તે અધિકારી પણ દેખાતા નથી તેઓ પણ ડોકાતા ન હોવાથી પાલિકા ઘણી ધોરી વગરની બની ગઈ છે.પાલિકાની વહીવટી પ્રક્રિયા પણ ખોરંભે ચડી છે.બીજી તરફ લોકોના અન્ય પ્રશ્નો કે ડોક્યુમેન્ટમાં સહી માટે પાલિકા કોઈ જવાબદાર અધિકારી જ હોવાથી લોકોને ભારે હાડમારી વેઠવી પડે છે. લોકોની ફરિયાદો પાલિકામાં કોઈ સંભળવવા વાળું છે જ નહીં.તેથી લોકોને વિવિધ સમસ્યાઓ માટે ખોટા ધક્કા થઈ રહ્યા છે.જોકે થોડા સમય પહેલા પાલિકામાં કાયમી ચીફ ઓફિસરની નિમણૂક થતા લોકોને એવી આશા બંધાઈ હતી કે તેમના પ્રશ્નોના ઉકેલમાં હવેથી રાહત થશે.પણ નવા ચીફ ઓફિસર હજુ સુધી ન દેખાતા હાલ તો લોકોની આશા ઠગારી નીવડી છે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274