મોરબી : મોરબીના સામાજીક કાર્યકર્તા અબ્દુલભાઇ બુખારી દ્વારા લાયસન્સ નગરમાં સ્ટ્રીટલાઈટ રીપેરીંગ અંગે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. આ રજુઆતમાં જણાવવામાં આવ્યું હતું કે શનાળા બાયપાસ પાસે આવેલ લાયસન્સ નગર - વોર્ડ નં 11માં સ્ટ્રીટ લાઈટ ઘણા સમયથી બંધ છે. તે માટે PGVCLને તા. 26 જુનના રોજ પ્રથમ તથા તા. 4 ઓક્ટોબરના રોજ દ્વિતીય લેખિત અરજી કરેલ હતી. આ ઉપરાંત, વારંવાર મૌખિક રજૂઆત પણ કરવામાં આવી હોવા છતાં હજુ સુધી લાઈટ રીપેર થઇ નથી. સ્થાનિકોએ નવરાત્રીનો તહેવાર સ્ટ્રીટલાઈટ વિના ઉજવી લીધો પણ હવે દિવાળીનો તહેવાર નજીકમાં છે ત્યારે તાત્કાલિક ધોરણે સ્ટ્રીટલાઈટ રિપેર થવી જરૂરી છે. આ ઉપરાંત, અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે અન્ય સોસાયટીમાં સોસાયટીમાં સ્ટ્રીટલાઈટ રીપેરીંગ કરવામાં આવે છે પરંતુ લાયસન્સ નગરની લાઈટ રિપેર થતી નથી. સોસાયટીના રહીશો સ્ટ્રીટલાઈટની સમસ્યા ઉપરાંત રસ્તા પર ગટરનું દુર્ગંધ મારતું પાણી, પીવાનું પાણી ચાર-પાંચ દિવસે માત્ર એકવાર મળતું હોવાની સમસ્યાઓ સામનો કરી રહ્યા છે. આ તમામ સમસ્યાનો ઉકેલ લાવવા માટે મોરબીના સામાજીક કાર્યકર્તા અબ્દુલભાઇ બુખારી દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી.