મોરબી : મોરબીની સહકાર ભારતી શાખા દ્વારા ખેડૂત ખાતેદાર ખરાઈના દાખલા અંગે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. આ રજુઆતમાં જણાવવામાં આવ્યું હતું કે મોરબીના પાંચ તાલુકાઓમાંથી એક તાલુકાનો ખાતેદાર અન્ય તાલુકામાં જમીન ખરીદે ત્યારે સોગંદનામું તથા મામલતદારનો દાખલો મગાવવામાં આવે છે. જેને કારણે ખાતેદારોને ધક્કા થાય છે. હાલમાં જે-તે તાલુકામાં ઈ-ધરા કેન્દ્રમાં નોંધણી કરવામાં આવે છે ત્યારે ખારાઇના દાખલાની ઓનલાઇન ચકાસણી થઈ શકે છે. તેથી, ફિઝિકલ ખરાઇના દાખલા મંગાવવા યોગ્ય નથી. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે મોરબીની સહકાર ભારતી શાખા દ્વારા જિલ્લા કલેક્ટર, મામલતદાર તેમજ રાજ્યના મહેસુલ મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી.