૭૦ દારૂ અને ૩૦૦ લીટર આથો જપ્ત કરાયો : આરોપીને ઝડપી લેવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ હળવદ : આજરોજ હળવદ તાલુકાના સુંદર ગઢ ગામની સીમ વિસ્તારમાં હળવદ પોલીસે દેશીદારૂના હાટડા પર રેડ કરી હતી જેમાં પોલીસ દ્વારા ૭૦ લીટર દારૂ અને ૩૦૦ લિટર આથાને જપ્ત કરી નાસી છૂટેલ બુટલેગર સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ આજે વહેલી સવારના હળવદ પોલીસ મથકના ઈન્ચાર્જ પી.આઈ પી.જી પનારા તેમજ સ્ટાફ દ્વારા તાલુકાના સુંદરગઢ ગામે આવેલ વનારકી તલાવડી પાસે દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસ દ્વારા ૭૦ લીટર દારૂ અને ૩૦૦ લીટર આથો મળી કુલ રૂપિયા ૨૦૦૦ ના મુદ્દામાલને જપ્ત કરી આરોપી સુનિલ રમેશ કોળી વિરુદ્ધ હળવદ પોલીસ મથકે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુંદરગઢ ગામની આજુબાજુ વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોવાની બૂમરાણ વચ્ચે ઇન્ચાર્જ પીઆઇ દ્વારા દેશી દારૂના ધંધાર્થી પર દરોડો પાડતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274