મોરબી : મોરબી-રાજકોટ હાઈવે પર ફોર લેનનું કામ ચાલી રહ્યું છે, ત્યારે લજાઈ પાસે અપાયેલા કાચા ડાયવર્ઝનને કારણે ઉડતી ધુળની ડમરીઓથી નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. નાના-મોટા વાહન ચાલકોની સલામતી રામ ભરોસે હોવાનું તારણ લોકો કાઢી રહ્યા છે. ઉઠતી ધૂળની ડમરીને કારણે વારંવાર અકસ્માતો બનતા હોય છે ત્યારે વધુ એક અકસ્માતના બનાવમાં યુવક ઘાયલ થયો છે. લજાઈ અને વિરપર ગામ વચ્ચે રાજકોટ-મોરબી રોડના કામમાં કોન્ટ્રાકટરની બેદરકારીથી અકસ્માત સર્જાય છે. ગત રાત્રે રાજકોટનો યુવાન મોરબી તરફથી રાજકોટ જઈ રહ્યા હતો ત્યારે લજાઈ પાસે નાલાના કામ ચાલી રહ્યા છે ત્યાં કોન્ટ્રાકટરની બેદરકારીથી માટીના ઢગલા કરેલા છે અને ડાયવઝર્નમાં ડામરકામ કરેલ ન હોવાથી ધુળની ડમરી ઉડી રહી છે. તેના કારણે આ અકસ્માત સર્જાયો છે. કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ નવા નિયમો અમલી કરવામાં આવ્યા છે, છતા આમઆદમીની પરવા કર્યા વિના જ કોન્ટ્રાકટરોની આડોડાઈના કારણે વાહન ચાલકોની જિંદગી જોખમાઇ રહી છે. લોકોની સલામતીનું શું એવા પ્રશ્નો લોકમુખે ચર્ચાઇ રહ્યા છે. કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે કોન્ટ્રાકટરની બેદરકારી હશે તો એક લાખના દંડ ફટકારવામાં આવશે. ત્યારે અકસ્માતના આ બનાવમાં હવે જોવું રહ્યું કે જવાબદાર એવા આ કોન્ટ્રાકટર વિરુધ પગલા લેવાય છે કે કેમ? Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274