મહિલા તબીબની ફરિયાદના આધારે વાંકાનેર પોલીસે એક શખ્સ સામે ફરજમાં રૂકાવટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી વાંકાનેર : વાંકાનેરની સિવિલ હોસ્પિટલ હંમેશા વિવાદોથી ઘેરાયેલી રહે છે. ત્યારે વધુ આ હોસ્પિટલ વિવાદમાં સપડાઈ છે.જેમાં વાંકાનેર સિવિલ હોસ્પિટલના મહિલા તબીબને દર્દીના સગાએ ગાળો આપી લાકડી બતાવી ડરાવીને ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ નોંધાઈ છે.વાંકાનેર પોલીસે મહિલા તબીબની ફરિયાદના આધારે એક શખ્સ સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સૌપ્રથમ તો વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે સ્ટાફની કમી હર હંમેશા સતાવતી રહે છે ડોક્ટરો અને નર્સીંગ સ્ટાફની ઘટ હોવાથી દર્દીઓ અને તેના સગા સાથે ફરજ પરના સ્ટાફને ઘર્ષણ થતું રહે છે. હોસ્પિટલમાં અધિક્ષક અને આર.એમ.ઓ. ની ઉણપ વર્તાય રહી છે. વાંકાનેર સીવીલ હોસ્પિટલમાં ઈમરજન્સી માં આવેલ કેશો કે એકસીડન્ટના કેસો કે મારામારીના કેસોમાં સામાન્ય સારવાર કરી મોટાભાગના કેસો રાજકોટ રીફર કરવાની હોડ લાગી હોય તેવું વર્તાઈ રહ્યું છે કારણ જે કેસોની અહીં સારવાર ઉપલબ્ધ હોય અને દર્દીના સગાને પણ સ્થાનિક જગ્યાએ સારવાર મળે તો રાહત રહે પરંતુ સ્ટાફને વધુ કામગીરી ન કરવી પડે તે માટે રાજકોટ રીફર કરવાની ફરજ પાડવામાં આવે છે. આવા જ એક બનાવમાં ગઈકાલે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા મહિલા ડોક્ટરને લાકડી બતાવીને ડરાવી ધમકાવીને દર્દીના દીકરાએ ગાળો આપી ફરજમાં રૂકાવટ કરી હતી જેથી કરીને મહિલા ડોક્ટરે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે પ્રયાસો હાથ ધરી છે. બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતેથી મળતી માહિતી મુજબ વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા ડો. મહેજબિન મહોમ્મદભાઇ માણસીયા (ઉ.૨૫) ગઇકાલે તેની ફરજ ઉપર હતા ત્યારે વાંકાનેર તાલુકાના જુની કલાવડી ગામના રાજેન્દ્રસિંહ જગુભાઈ ઝાલા તેમની માતા વિજયાબા ઉ.વ. ૯૦ ને સારવાર માટે સીવીલ હોસ્પિટલ આવ્યા હતાં જેનું શુગર ખૂબ જ ઘટી ગયુ હતુ તેમજ બીપી હાઈ હોવાથી વિજયાબાને પ્રાથમિક સારવાર આપીને તેને રાજકોટ રીફર કરવાનું કહેતાં રાજેન્દ્રસિંહ એ ડો. મહેજબીન તેમજ હોસ્પિટલના સ્ટાફને લાકડી બતાવીને ડરાવી ધમકાવીને ગાળો આપી હતી જેથી ફરજ પરના ડોક્ટર દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ 186, 504 જીપીએકટ 135 મુજબ ફરિયાદ નોંધી બનાવની વધુ તપાસ બીટ જમાદાર નારણભાઈ લાબડીયા ચલાવી રહ્યા છે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274