મોરબી : સામાન્ય રીતે, આંગણે પારણું બંધાય ત્યારે ખુશી વ્યક્ત કરવા માટે રંગબેરંગી ફૂલો વડે ઘરની સજાવટ કરી તેમજ સગા-સંબંધીઓને પેંડાનું વિતરણ કરવામાં આવે છે. ત્યારે મોરબીના રહેવાસીએ પુત્રી જન્મની ઉજવણી નિમિત્તે પર્યાવરણ જતન અર્થે પક્ષીઓના માળાનું વિતરણ કરી પક્ષીઓના જતન માટે અનોખી પહેલ કરવામાં આવી હતી. મોરબીના રહેવાસી બાવરવા રાજેન્દ્ર કાંતિલાલએ પુત્રી જન્મનો આનંદ વહેંચવા માટે પેંડાના બદલે પક્ષીઓના માળાનું વિતરણ કર્યું હતું. તેઓએ પક્ષીઓના માળાનું વિતરણ કરી સમાજને કોઈપણ ઉજવણી પ્રેરણાદાયી રીતે કરવાનો સંદેશ આપ્યો હતો. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274