મોરબી : મોરબીની નાલંદા વિદ્યાલય દ્વારા આયોજિત 'હિસ્ટોરિકલ જર્ની ઓફ ઇન્ડિયા' પ્રદર્શનનું ઉદ્ઘાટન સંસ્થાના પ્રમુખ પાંચોટિયા તથા ટ્રસ્ટી હર્ષદભાઈ ગામીના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કરવામાં આવ્યું હતું. બે દિવસ સુધી ચાલનારા આ પ્રદર્શનમાં આદિમાનવ, પાષાણયુગ, લોથન અને હડપ્પન સંસ્કૃતિ, વૈદિક સંસ્કૃતિ, ગુપ્ત યુગ, મુઘલ યુગ જેવા વિષયો તેમજ ઔદ્યોગિક ક્રાંતિથી માનવજીવનમાં આવેલા પરિવર્તનો જેવા વિષયો પર મોડેલો તથા ચાર્ટ દ્વારા રસપ્રદ રજુઆત કરી પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનના આયોજન માટે વિદ્યાર્થીઓ તથા શિક્ષકગણ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. જે બદલ જયેશભાઇ ગામી દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આજ રોજ બહોળી માત્રામાં લોકોએ પ્રદર્શન નિહાળ્યું હતુ. તેમજ આવતી કાલે લોકો પ્રદર્શન નિહાળવાનો લાભ લે તેવી અપીલ આયોજકો દ્વારા કરવામાં આવી હતી. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274