બે શખ્સોની ધરપકડ : એકની શોધખોળ મોરબી : મોરબી એલસીબી ટીમે ગઇકાલે બે સ્થળોએ દરોડા પાડીને દારૂની 56 બોટલો પકડી પાડી હતી. એક સ્થળેથી બે શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા. જ્યારે બીજા સ્થળેથી એક શખ્સ હાજર ન મળી આવતા તેને પકડી પાડવાની તજવીજ હાથ ધરાઈ છે. પ્રાપ્ત થતી વિગત મુજબ એલસીબીના સ્ટાફે બાતમી આધારે રફાળેશ્વર ગામમાં રહેતા લખનસિંહ પ્રવિણસિંહ ઝાલાના મકાન પાસે ધુળના ઢગલામાં તલાસી લેતા ત્યાંથી વિદેશી દારૂની નાની-મોટી 50 બોટલ દારૂ મળી આવતા પોલીસે રૂા.9 હજાર હજારનો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો.જોકે લખનસિંહ ઝાલા ઘેર હાજર ન મળી આવતા પોલીસે તેના વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે. આ ઉપરાંત એલસીબીના સ્ટાફે બાતમીને આધારે મોરબીના વાંકાનેર હાઇવે પર આવેલ શક્તિ ચેમ્બર-૨ માં આવેલી લેવીસ ગ્રેનાઇટો નામની દુકાનમાં રેડ કરી હતી ત્યારે દુકાનમાંથી વિદેશી દારૂની 6 બોટલ કિંમત રૂા.1800નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેમાં પોલીસે સ્થળ ઉપરથી ઇન્દ્રજીતસિંહ ઉર્ફે અંકિત મંગળસિંહ ઝાલા અને મહેશ રસિકભાઇ રાઠોડ કોળીને પકડી પાડી તેની સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274