મોરબી : મોરબી શહેરમાં સતત બે વર્ષથી ચાલતું યુનાઇટેડ યુથ જીવદયા ગ્રુપ સંચાલીત કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા અબોલ અને મુંગા ઘાયલ પશુ-પક્ષીઓની સેવા આપવામાં આવી રહી છે. સત્ દેવીદાસ ગૌ સેવા ગ્રુપ - રવાપર આયોજિત કર્તવ્ય જીવદયા કેન્દ્રના લાભાર્થે ભવ્ય નાટક 'રા-નવઘણ' સાથે પેટ પકડીને હસાવતુ 'બેંતાલીસ વર્ષનો બાબલો' નામનું કોમીક આગામી તા.૨૪-૧૦-૧૯ને ગુરૂવારના સમય રાત્રે ૯:૦૦ કલાકે શુભમ્ એપાર્ટમેન્ટ પાસે વૈભવ લક્ષ્મી સોસાયટી પાછળ, રવાપર ખાતે ભજવવામાં આવશે. આ તકે સત્ દેવીદાસ ગૌ સેવા ગ્રુપ - રવાપર દ્વારા ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વધુ માહીતી માટે મો.૯૬૬૨૮ ૨૧૩૨૧, ૮૮૪૯૮ ૩૬૪૬૧ પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274