પાલિકાના સેનિટેશન ઇન્સપેક્ટર અને એનજીઓના નિષ્ણાતોએ સફાઈ કામદારોને કચરા નાબુદી અંગે માર્ગદર્શન આપ્યું મોરબી : મોરબી નગરપાલિકા દ્વારા ટાઉનહોલ ખાતે આજે પ્લાસ્ટિક મુક્ત ભારત અંગે પાલિકાના સફાઈ કામદારો માટે વર્કશોપ યોજ્યો હતો.આ વર્કશોપનો પાલિકાના આશરે 300 જેટલા સફાઈ કામદારોએ લાભ લીધો હતો.પાલિકાના સેનિટેશન ઇન્સપેક્ટર અને એનજીઓના નિષ્ણાતોએ સફાઈ કામદારોને લોકોનો યોગ્ય સાથ સહકાર મેળવીને ઘન કચરાનો નિકાલ કરવો તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. મોરબી નગરપાલિકા દ્વારા આજે ટાઉનહોલ ખાતે ભારત સરકારના સમગ્ર દેશને પ્લાસ્ટિક મુક્ત કરવાના અભિયાનને વેગવંતુ બનાવવા માટે પાલિકાના સફાઈ કામદારોને કચરાના નિકાલ અંગે યોગ્ય માર્ગદર્શન આપવા માટે એક મહત્વના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોરબી પાલિકાના આશરે 300 જેટલા સફાઈ કામદારો હાજર રહ્યા હતા.જેમાં મોરબી પાલિકાના સેનિટેશન ઇન્સપેક્ટર અને એનજીઓના નિષ્ણાતોએ સફાઈ કામદારોને માર્ગદર્શન આપ્યું હતું કે,ખાસ કરીને પશુઓ માટે હાનિકારક પ્લાસ્ટિકનો લોકો ઉપયોગ ન કરે તે માટે સફાઈ કામદારો તેમને જાગૃત કરી શકે છે અને લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરીને જ્યાં ત્યાં પ્લાસ્ટિક કચરો ન ફેંકે તે માટે ખાસ જગૃત કરવાની જરૂર છે.આ ઉપરાંત સૂકો અને ભીનો કચરો પણ અલગ રાખીને યોગ્ય નિકાલ કરે તો સ્વચ્છતા જળવાઈ રહેશે અને ખાસ કરીને પ્લાસ્ટિક નાબુદી અંગે જનજગૃતિ આવશે ત્યારે જ સ્વચ્છ ભારત મિશન સાકાર થયું ગણાશે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274