- text
માળીયા : માળીયા તાલુકાના જુના ઘાટીલા ગામે રિસામણે બેઠેલી પત્નીને તેડવા ગયેલા પતિને સાસરિયા પક્ષના બે શખ્સોએ માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે.આ બનાવની માળીયા પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર માળીયા તાલુકાના જૂના ઘાટીલા ગામે રહેતા અને ખેતીકામ કરતા હસમુખભાઈ રવજીભાઈ જાલરિયા ઉ.વ.35 નામના યુવાને તેના સસરાના કાકાના દીકરા ઘનશ્યામભાઈ ભગવાનભાઈ વિડજા અને રાજેશભાઈ ભગવાનભાઈ વિડજા સામે માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદીની પત્ની છેલ્લા સાત માસથી રિસામણે ટિકર હોય જેથી તેઓ પત્નીને તેડવા ગયા હતા.જેનો ખાર રાખીને આ બન્ને આરોપીઓ ફરિયાદીને લાકડી વતી માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.માળીયા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.
મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.
- text
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN
ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274
- text