- text
એ ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં જ પાંચેયને ઝડપી લીધા
મોરબી : મોરબીના શનાળા ગામના યુવાનનું પૈસાની ઉઘરાણી મામલે પાંચ શખ્સોએ રવાપર રોડ પરથી કારમાં અપહરણ કરી લઈ જઈને પાઇપ ધોકા અને છરીથી હુમલો કરીને કારમાંથી નીચે ઉતારી દીધો હોવાની ફરિયાદ નોંધાયાની ગણતરીની કલાકોમાં જ એ ડિવિઝન પોલીસે આ બનાવના પાંચ આરોપીઓને ઝડપી લીધા હતા.
આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના શક્ત શનાળા ગામે રહેતા ધરમભાઈ ધીરુભાઈ ગઢવી ઉ.વ.23 નામના યુવાને ધમભા જગદીશસિંહ જાડેજા, રાજદીપસિંહ યુવરાજસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા અને બરકતઅલી ઉર્ફે ભાણો ફકીર સામે એ ડિવિજનમાં ફરિયાદ નોંધાવો હતી કે, આરોપી ધમભાએ અગાઉ ફરિયાદી પાસેથી હાથ ઉછીના રૂપિયા લીધા હતા આથી ફરિયાદીએ આ રૂપિયા પરત માંગતા આ બાબતનો ખાર રાખીને આ ચારેય આરોપીઓએ રવાપર રોડ એચડીએફસી ચોક ખાતેથી બે દિવસ પહેલા ફરિયાદીનું કારમાં અપહરણ કરી ગયા હતા.જ્યાં ચારેય આરોપીઓએ એક સંપ કરીને છરી, ધોકા અને પાઈપથી યુવાન પર હુમલો કર્યો હતો તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો.બાદમાં ચારેય આરોપીઓ ઇજાગ્રસ્ત ફરિયાદીને કારમાંથી નીચે ઉતારી દીધો હતો આથી યુવાને હોસ્પિટલમાં સારવાર લઈને આ અંગે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય શખ્સોને ઝડપી લીધા હતા.આ આરોપીઓની પૂછપરછમાં વધુ એક આરોપીની આ બનાવમાં સંડોવણી ખુલતાં પોલીસે પાંચમા આરોપી આલસૂરભાઈ ભરતભાઇને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.
Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.
મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.
- text
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN
ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274
- text