મોરબી : મોરબીના એક ધંધાર્થી યુવાનને જીઆઇડીસીના નાકેથી ડોક્યુમેન્ટ ભરેલું એક પર્સ મળ્યું હતું. બાદમાં તેઓએ મૂળ માલિકને શોધીને તેને આ પર્સ પરત કર્યું છે. મોરબીના શનાળા રોડ ઉપર આવેલા જીઆઇડીસીના નાકા પાસેથી ચેતક ટાયર્સ નામની દુકાન ધરાવતા મેહુલભાઈ રાચ્છ નામના યુવાનને ગત તા. 9ના રોજ એક પર્સ મળી આવ્યું હતું. જેમાં અગત્યના ડોક્યુમેન્ટ હતા. બાદમાં તેઓએ આ પર્સના માલિક પ્રદ્યુમનભાઈ મકાસણાને શોધીને તેઓને પર્સ પરત કરી માનવતા મહેકાવી છે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274