મોરબી : મોરબીમાં સર્કીટ હાઉસ સામે રહેતો યુવાનને બે શખ્સોએ જુના ઝઘડાનો ખાર રાખીને છરીનો ઘા ઝીક્યો હતો અને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો. જેથી ઈજાગ્રસ્ત યુવાને મોરબી બી ડીવીઝન પોલીસ સ્ટેશને હુમલાખોરો સામે ફરિયાદ નોંધાવી છે બનાવની જાણવા મળતી વિગત મુજબ શહેરના સર્કીટ હાઉસ નજીક રહેતા ફરિયાદી ફૈજલ ફિરોજભાઈ સેડાત (ઉ. વ. ૧૯) શાહરૂખ હાજીભાઇને આરોપી સિકંદર દીલુભાઈ જેડા અને અલ્તાફ દીલુભાઈ જેડાએ ફૈજલ ફિરોજભાઈ સેડાત સાથે બોલાચાલી કર્યા બાદ સિકંદરએ ફૈજલને છરીનો એક ઘા પેટના ડાબા પડખે કમરના ભાગે ઝીકી દીધો હતો અને અલ્તાફ ધોક્કા વડે ફરિયાદીને મારમાર્યો હતો. અત્રે ઉલેખનીય છે કે શાહરૂખ હાજીભાઇ ખોડ સાથે આગાઉ સિકંદર દીલુભાઈ જેડા અને અલ્તાફ દીલુભાઈ જેડાને માથાકૂટ થઇ હતી. હાલમાં બી ડીવીઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ હાથધરી છે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274