શ્રમિક કામ કરી રહ્યો હતો ત્યારે વીજ કર્મચારીએ વીજ પુરવઠો ચાલુ કરી દેતા બન્યો બનાવ હળવદ : હળવદ તાલુકાના દેવળીયા ગામ પાસેથી પસાર થતાં હાઇવે રોડ પર પીજીવીસીએલની લાઈનમાં ખરાબી સર્જાતા કોન્ટ્રાક્ટર દ્વારા રાખેલા શ્રમિકો કામ કરી રહ્યા હતા તેવા સમયે પીજીવીસીએલના લાઈન મેન દ્વારા વીજ પુરવઠો ચાલુ કરી દેવાતા એક શ્રમિકનું શોટ લાગતા મોત નીપજ્યું હતું. જેથી, બેદરકારી દાખવવા બદલ લાઇનમેન વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. બનાવની હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ગોલાસણ ગામે રહેતા હરેશભાઈ ચંદુભાઈ સુરેલા હળવદ પીજીવીસીએલ કોન્ટ્રાક્ટર મનોજ ચતુર ગોપાણીના કોન્ટ્રાક્ટમાં કામ કરતા હોય ત્યારે ગઇકાલે ઈશ્વર નગર ફીડરમાં આવતા દેવળીયા હાઈવે રોડ પર પીજીવીસીએલ ની લાઈન ખરાબ થઇ ગયેલ હોય. જેથી, તેનું રિપેરીંગ કામ ચાલુ હતું તેવા સમયે પીજીવીસીએલના કર્મચારી દ્વારા વીજ પુરવઠો ચાલુ કરી દેવાતા હરેશભાઈ સુરેલા ને વીજશોક લાગતા તેઓનું નું મોત નીપજ્યું હતું. જેથી મૃતકના પરિવારજનો દ્વારા બેદરકારી દાખવનાર પીજીવીસીએલના કર્મચારી હરેશભાઈ ભગોરા વિરૂદ્ધ જ્યાં સુધી ગુનો નહિ નોંધવામાં આવે ત્યાં સુધી ડેડબોડી નહીં સ્વીકારવાની માંગ કરવામાં આવતા ભારે દોડધામ મચી જવા પામી હતી અને આખરે પીજીવીસીએલ ના કર્મચારી હરેશભાઈ ભગોરા વિરૂધ્ધ મૃતકના ભાઇ અશોકભાઈ ચંદુભાઈ એ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન તેજ કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા મહિનાઓ પહેલા પણ પીજીવીસીએલના કર્મચારીની બેદરકારીને કારણે જ વીજ લાઈન નું રીપેરીંગ કરતો એક શ્રમિક મોતને ભેટ્યો હતો ત્યારે વધુ એક બેદરકારી ભર્યો બનાવ સામે આવ્યો છે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274