મોરબી : મોરબી નજીકના વનાળીયા ગામે દર વર્ષે મોડપરીયા ભટ્ટ પરિવાર દ્વારા હિંગળા માતાજીના મંદિરે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. જેમાં મોરબી તેમજ આસપાસના ગામોમાં રહેતા ઔદીચ્ય ગુજરાતી સાડા ચારસો ભટ્ટ પરિવારના લોકો સહકુટુંબ હાજર રહે છે. આ વર્ષે પણ શરદપૂનમના દિવસે ભટ્ટ પરીવારના કુળદેવી હિંગળામાતાજીના વનાળીયા (શારદાનગર) મુકામે આવેલા મંદિરે યજ્ઞ યોજાયો હતો. જેમાં યજમાન તરીકે મૂળ મોટા ભેલા નિવાસી અને હાલમાં અમદાવાદ રહેતા મૌલિકભાઈ રાજુભાઈ ભટ્ટ તેમના ધર્મપત્ની સાથે યજમાન તરીકે બેઠા હતા. . અને યજ્ઞમાં આચાર્ય પદે શાસ્ત્રી તેજશભાઈ ભટ્ટ, હર્ષદીપભાઈ ભટ્ટ અને કલ્પિતભાઈ જાની રહ્યા હતા. આ ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા માટે પ્રમુખ બળવંતભાઈ એલ.ભટૃ, , જે. પી. ભટૃ, બળવંતભાઈ વી. ભટૃ, દિનેશભાઈ છોટાલાલ ભટ્ટ (મોરબી), દીપકભાઈ નાનાલાલ ભટ્ટ (વનાળીયા) સહિતનાઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આગામી વર્ષ ૨૦૨૦માં જે પરિવારને યજમાન તરીકે બેસવું હોય તેમને પ્રમુખ બળવંતભાઈ એલ. ભટૃનો સંપર્ક કરવાનું યાદીમાં જણાવ્યું હતું. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274