મોરબી : મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવતીકાલે તા. 15 ઓક્ટોબરના રોજ બિનસચિવાલય પરીક્ષા રદ કરવામાં આવી તે અંગે જિલ્લા કલેક્ટરને સાંજે 4 કલાકે આવેદનપત્ર આપવામાં આવશે. બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા જે એકાએક રદ કરવામાં આવી અને તેમાં યુવાનોને જે અન્યાય થયો છે આવો અન્યાય ગુજરાત સરકાર દ્વારા વારંવાર કરવામાં આવતો હોય છે. છેલ્લા ઘણા સમયથી એક પણ ભરતી પરીક્ષા સરખી રીતે લઈ શકેલ નથી અને યુવાનોના ભવિષ્ય સાથે વારંવાર ચેડાં કરવામાં આવે છે તો તેના વિરોધમાં કાલે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, યુવાનો અને ઉમેદવારો જોડાઈ અને તમામ હોદ્દેદારો અને કાર્યકર મિત્રો દ્વારા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવશે. આ તકે મોરબી જીલ્લા/શહેરના કોંગ્રેસ સમિતિના પ્રમુખ લલિતભાઇ કગથરા તથા અગ્રણી રામભાઇ રબારી દ્વારા ઉમેદવારોને સહયોગ આપવા અપીલ કરાઈ છે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274