મોરબી : ડાયરેક્ટેટ જનરલ રીસેટ્લમેન્ટ નવી દિલ્હી દ્વારા તા. ૧૬ ઓક્ટોબરના રોજ એરફોર્સ સ્કુલ (સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ), 9-બી.આર.ડી. પુણેનગર રોડ, ચંદન નગર, પુણે (મહારાષ્ટ્ર) ખાતે માજી સૈનિકોને રોજગાર મળી રહે તે હેતુથી રોજગાર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારમાં જોડાવા તેમજ નોકરી મેળવવા ઇચ્છુક માજી સૈનિકોએ પોતાની સંપૂર્ણ માહિતી દર્શાવતું પત્રક ફોટો લગાડેલ ૬ કોપી સાથે ઉક્ત જણાવેલ સ્થળ અને તારીખે પહોંચવા જણાવવામાં આવે છે. આ અંગે વધુ વિગતો માટે ટે. નં. 011-26175431 તેમજ ઇ-મેઇલ seopadgr@desw.gov.in પર સંપર્ક કરવા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીની યાદીમાં જણાવાયું છે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274