મોરબી : મોરબી તાલુકાના જીવાપર ચકમપર ગામે આદિવાસી પરિણીતાએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધાના બનાવમાં મૃતકના પિતાએ તેણીના પતિ અને સાસુ સામે પોતાની દીકરીને ત્રાસ આપી મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી હતી.જેના પગલે તાલુકા પોલીસે આ ફરિયાદના આધારે તેણીના પતિ અને સાસુની ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. મોરબીના જીવાપર ચકમપર ગામે આવેલી વાડીએ રહેતી રસ્તાબેન સંદીપભાઈ મવડા નામની આદિવાસી પરિણીતાએ થોડા દિવસો પહેલા ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો.બાદમાં મૃતકના પિતાએ તેણીના પતિ સંદીપભાઈ રૂમાલસીંગ મવડા અને સાસુ મલીબેન રૂમાલસિંગ મવડા સામે પોતાની દીકરીને ત્રાસ આપી આપઘાતની ફરજ પાડયાની તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આથી તાલુકા પોલીસે પરિણીતાના આપઘાત કેસમાં તેના પતિ સંદીપભાઈ મવડા અને સાસુ મલીબેન મવડાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.