મોરબી :મોરબી ને સ્વચ્છ અને સુંદર બનાવવાની ચાહમાં નીકળેલી સ્વચ્છતા અભિયાન સમિતિ દર રવિવારે સવારે અલગ અલગ વિસ્તારો માં જઈ તે વિસ્તાર માં સફાઈ કાર્ય કરે છે. આજ રોજ મોરબી જિલ્લા શેક્ષિક મહાસંઘ પણ એ કાર્ય માં જોડાયું હતું અને મોરબીના નવા બનેલા સ્વચ્છતા રોડ પર સફાઈ કરી હતી . આ પ્રસંગે મોરબી જિલ્લા ના 20 થી વધુ શિક્ષકો જોડાયા હતા અને શિક્ષકો દ્વારા મોરબીને સ્વચ્છ રાખવા ની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. મોરબીના સ્વચ્છતા રોડ પર જોડાયેલા શિક્ષકો એ જણાવ્યું કે હવે થી તેઓ પોતાની શાળામાં બાળકોને સ્વચ્છતાના પાઠ ભણાવશે જેથી આવનારી પેઢી સ્વચ્છતા અંગે જાગૃત થાય અને આપણું મોરબી સુંદર બને.