34 જગ્યાએ ગેરરીતી ઝડપાઈ, 3.80 લાખનો દંડ ફટકાર્યો મોરબી : પીજીવીસીએલની ટીમો બનાવીને મોરબી જીલ્લાના વાંકાનેર, હળવદ અને ટંકારા તાલુકામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કુલ 34 સ્થળોએ ગેરરીતી આદરવામાં આવતા પીજીવીસીએલ ટીમ દ્વારા 3.80 લાખનો દંડ ફટકારાયો હતો. વીજચોરી અને ગેરરીતીની અનેક ફરિયાદો મળતા વિભાગીય કચેરી - મોરબી, પીજીવીસીએલ તેમજ ટંકારા પેટા વિભાગીય કચેરી દ્વારા પોલીસની ટીમોને સાથે રાખીને વ્યાપક ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં પીજીવીસીએલની કુલ 13 ટીમોએ વાંકાનેર, હળવદ અને ટંકારા પંથકમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં કુલ 34 ગેરરીતીના કિસ્સાઓ ખુલ્યા હતા. જેને પગલે પીજીવીસીએલ ટીમે 3.80 લાખનો દંડ ફટકાર્યો હતો. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274