મોરબી : રાજ્ય સરકાર દ્વારા પ્રજાલક્ષી કામગીરીમાં ગતિશીલતા, સંવેદનશીલતા, નિર્ણાયકતા અને પારદર્શકતા સાથે વ્યક્તિલક્ષી પ્રશ્નોના ત્વરીત નિકાલ માટે 'સેવાસેતુ'ના પાંચમાં તબક્કાનો કાર્યક્રમ મોરબી તાલુકાના રાજપર મુકામે યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેક્ટર જે.બી. પટેલે ઉપસ્થિત અરજદારો અને ગ્રામજનોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં અરજદારોને તેમના સ્થાન પર જ અરજીઓનો નિકાલ આવે તેવા શુભ આશયથી સમગ્ર આયોજન ઘડાયું છે. વધુમાં તેઓએ એમ પણ જણાવ્યું હતું કે 'સેવાસેતુ' કાર્યક્રમ થકી અરજદારોના નાના મોટા પ્રશ્નો અને અરજીઓનો ઉકેલ લાવવા સરકારે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જેમાં અધિકારીઓ તમારા આંગણે આવીને સેવાઓ આપી રહ્યા છે. 'સેવાસેતુ' કાર્યક્રમ અંતર્ગત 7 ગામોના બનેલા ક્લસ્ટરના અરજદારોને આધાર કાર્ડ, રેશન કાર્ડ, જાતિ પ્રમાણ પત્ર, કુંવરબાઇનું મામેરુ, દિવ્યાંગતા પ્રમાણપત્ર, માંઅમૃતમ કાર્ડ, જનધન યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, આવકના દાખલા, જન્મ-મરણ પ્રમાણપત્ર, વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર, લગ્ન નોંધણી, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, કુટુંબીક સહાય યોજના, જાતિ પ્રમાણપત્ર, વિધવા સહાય યોજના સહિતની અનેક યોજનાઓ અંગેની અરજીનો સ્થળ પર નિકાલ કરવાની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. મોરબી તાલુકાના રાજપર ગામની પ્રાથમિક શાળામાં યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમના પ્રારંભે ગ્રામ પંચાયતના સરપંચ કરમશીભાઇ મારવણિયાએ કલેક્ટર જે.બી. પટેલનું સ્વાગત કર્યું હતું. શાળાની બાળાઓએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ તેમજ જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે આવકના દાખલાનું પ્રમાણપત્ર અરજદારોને અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ. ખટાણા, મોરબી પ્રાંત અધિકારી એસ.જે. ખાચર, મોરબી ગ્રામ્ય મામલતદાર ડી.જે. જાડેજા, સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવા તેમજ અન્ય અધિકારીઓ, ગ્રામજનો તેમજ ક્લસ્ટર ગામોના અરજદારો ઉપસ્થિત રહ્યા હતા. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274