મોરબી : મોરબી તાલુકા સેવા સદનમાં આવેલ આધાર કાર્ડ સેન્ટરમાં દરરોજ લાંબી કતારો લાગેલી હોય છે. ઘણીવાર એવું બને છે કે લાંબા સમય સુધી કતારમાં ઉભા રહેવા છતાં કામ પૂર્ણ ના થતું હોવાથી લોકોમાં રોષની લાગણી જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં તાલુકા સેવા સદનમાં આધાર કાર્ડ સેન્ટરમાં નાગરિકોએ હોબાળો કરેલ હતો. આ પરિસ્થિતિ ફરીથી ના સર્જાય તથા નાગરિકોને મુશ્કેલીઓનો સામનો ના કરવો પડે તે માટે આધાર કાર્ડ સેન્ટરની બાજુમાં બીજું આધાર કાર્ડ સેન્ટર ખોલવામાં આવે તે માટે સામાજિક કાર્યકર્તા મહાદેવભાઈ ગોહિલએ મામલતદારને રજૂઆત કરી હતી. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274