ઉધોગકારોએ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બન્ને આવારા શખ્સોને ઝડપી લીધા મોરબી : મોરબીના લખધીર પુર રોડ ઉપર સીરામીક ઝોનમાં સરકારી ખરાબામાં રહેલા સીરામીક વેસ્ટની ઉધોગકારો સફાઈ કરી રહ્યા હતા. ત્યારે ત્યાં કારમાં આવેલ બે શખ્સોએ આ જમીન પર અમારો કબ્જો છે અહીંથી જતા રહો તેમ કહીને ઉધોગકારોને ધમકી આપી હતી. આથી, ઉધોગકારોએ આ બાબતે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બન્ને શખ્સોને ઝડપી લીધા હતા. તેમજ ઉધોગકારોએ આ અંગે તાલુકા પોલીસ મથકે દોડી જઈને રજુઆત કરી હતી. આ બનાવની મોરબીના સીરામીક ઉધોગકારો પાસેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મોરબી નજીક આવેલા સીરામીક ઝોન વિસ્તારમાં અમુક સીરામીક દ્વારા આડેધડ સીરામીક વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યો છે. જેથી, પ્રદુષણ રહિત વાતાવરણ જળવાઈ રહે તે માટે મોરબીના સીરામીક ઉધોગકારો દ્વારા સીરામીક વેસ્ટની સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અને મોરબીના સીરામીક ઝોન વિસ્તાર ઉચીનીચી માંડલ, ધુટુ રોડ, લખધીર પુર રોડ, રફાળેશ્વર રોડ વગેરે વિસ્તારમાં સફાઈ કરીને વૃક્ષોનું વાવેતર કરવાની કામગીરી ચાલી રહી છે. દરમિયાન આજે મોરબીના લખધીરપુર રોડ ઉપર સરકારી ખરાબામાં ઉધોગકારો સફાઈ કરી રહ્યા હતા ત્યારે ત્યાં બે શખ્સો કારમાં આવ્યા હતા અને ઉધોગકારોને આ અમારી જમીન પર અમારો કબ્જો છે અહીંથી જતા રહ્યો તે કહી બન્ને શખ્સોએ ધમકી આપી હતી. આથી, ઉધોગકારોએ આ અંગે તાલુકા પોલીસને જાણ કરી હતી.બાદમાં પોલીસે બન્ને શખ્સોને ઝડપીને કાયદાનું ભાન કરાવ્યું હતું. તેમજ ઉધોગકારોએ તાલુકા પોલીસ મથકે દોડી જઈને આ અંગે રજુઆત કરી હતી. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274