મોરબી : ELIXIR એ મોરબીના મેડિકલ અને પેરામેડિકલમાં અભ્યાસ કરતા ભાવિ ડોક્ટરોનું એક સંગઠન છે. જેમાં દર વર્ષે જૂદી જૂદી સેવાકીય તેમજ સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ વર્ષે પણ ગઈકાલે તા. 9 ઓક્ટોબરના રોજ ELIXIR ના સભ્યો દ્વારા જૂદી જૂદી શાળામાં મેન્સ્ટ્રુઅલ હાયજીન અવેરનેસ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો. ELIXIRના સભ્યો ડૉ.નંદિની પટેલ, ફ્રેન્શી જેતપરિયા, રોમલ પડસુંબિયા, નેન્શી, દેવાંગી, જીજ્ઞાશા અને કૃતિ દ્વારા મોરબી જિલ્લાની નિર્મલ વિદ્યાલય, નાલંદા વિદ્યાલય તેમજ મેઘણીવાડી અને ગોકુલનગર પ્રાથમિક શાળામાં મેન્સ્ટ્રુઅલ હાયજીન અવેરનેસ પ્રોગ્રામ કરવાંમાં આવ્યો હતો. જેમાં ધોરણ 7 અને 8ની 400 જેટલી વિદ્યાર્થિનીઓને માસિકના દિવસો અંગેની સમસ્યા અને તે અંગેના વિદ્યાર્થિનીઓના પ્રશ્નનોનું સમાધાન કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે, લોકો દ્વારા નકારી કાઢવામાં આવતા આ વિષય પર વિદ્યાર્થિનીઓને જરૂરી જ્ઞાન આપવામાં આવ્યું હતું. આ કાર્યમાં શાળાના આચાર્ય તથા શિક્ષિકા બહેનોએ ખૂબ જ સહકાર આપ્યો હતો. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274