મોરબી : મોરબી તથા ટંકારા તાલુકામાં વસતા ઝાલા રાજપૂત સમાજ સંચાલિત શ્રી આદ્યશક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શકત શનાળા મુકામે શ્રી શક્તિ માતાજીના મંદિર ખાતે છેલ્લા 30 વર્ષથી શરદ પૂનમ દિવસે હવન-યજ્ઞાદિ યોજવામાં આવે છે. આ પરંપરા મુજબ આ વર્ષે આગામી તા. 13 ઓક્ટોબરના રોજ 31માં હવન-યજ્ઞાદિનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે રાજપૂત સમાજના અગ્રણીઓ શકત શનાળાથી સુરેન્દ્રસિંહજી ઝાલા, પીપળીથી જયપાલસિંહજી ઝાલા તથા મોડપરથી સુરૂભા ઝાલા સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. યજ્ઞવિધિ સવારે 8 કલાકેથી શરુ થશે. આ તકે શ્રી આદ્યશક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાજપૂત સમાજના લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274