ટંકારા : ટંકારાની આર્ય વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ યોજાયો હતો. જેમાં અનેક શાળાઓએ ભાગ લીધો હતો. જીલ્લા કક્ષાના કલા ઉત્સવમાં ઉત્તરબુનિયાદી વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા ઘોષિત થઇ હતી. માધ્યમિક વિભાગની નિબંધ સ્પર્ધામાં બાહોપિયા મોનિકાએ પ્રથમ ક્રમાંક, ઉચ્ચ માધ્યમિક વિભાગની નિબંધ સ્પર્ધામાં કલોલા સાવિત્રીએ દ્વિતિય ક્રમાંક તેમજ માધ્યમિક વિભાગની વક્તૃત્વ સ્પર્ધામાં ડાંગર નિશા તૃતિય ક્રમાંક પ્રાપ્ત કરી શાળા પરીવારનું ગૌરવ વધાર્યું હતું. જે બદલ આચાર્ય શ્રી સી. એન.ડાંગર તેમજ માર્ગદર્શક શિક્ષક મુસ્તાકભાઇ ભોરિયાએ સ્પર્ધકોને અભિનંદન પાઠવ્યા હતા. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274