હડમતીયા ગામના દલિત યુવાને ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી ટંકારા : દારૂનો નશો કરાવીને દેવી-દેવતા વિશે મોબાઈલમાં અભદ્ર વાત કરવા માટે ઉશ્કેરીને બાદમાં એ વાતચીતની ઓડીઓ ક્લિપ મોબાઈલમાં વાઇરલ કરી બદનામ કરવાના ષડયંત્ર સામે ટંકારાના હડમતીયા ગામના યુવકે સાવડી ગામના નાગજી ચૌહાણ સામે ટંકારા પો.સ્ટે.માં ફરિયાદ નોંધાવી છે. બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાના હડમતીયા ગામે રહેતો રાહુલભાઈ દલપતભાઈ ચાવડા (ઉં.વ.30)એ સાવડી ગામે રહેતા નાગજીભાઈ ગેલાભાઈ ચૌહાણ સામે એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આરોપી નાગજીભાઈએ આશરે દોઢેક વર્ષ પહેલાં ફરિયાદી એવા રાહુલભાઈને બાબા સાહેબ આંબેડકરના સોગંદ આપીને જબરદસ્તીથી દેશી દારૂ પીવડાવ્યો હતો. ત્યારબાદ નશાયુક્ત હાલતનો ફાયદો ઉઠાવી નાગજીભાઈએ, એક વ્યક્તિ આપણા બાબા સાહેબ તેમજ સંવિધાન વિરુદ્ધ બોલે છે તેને ફોનમાં ગાળો આપવાની છે એ રીતે મને નશાવાળી હાલતમાં ભ્રમિત કરીને મારા મોબાઇલમાંથી એ વ્યક્તિ સાથે વાત કરવાનું કહી હિન્દૂ દેવી-દેવતા વિશે અભદ્ર ભાષામાં વાતો કરાવી હતી. નશાની હાલતમાં જે-તે સમયે મેં નાગજીભાઈની દુષ્પ્રેરણાથી જે વાતો કરી હતી તેની ઓડીઓ ક્લિપ છળ કરી બનાવી લીધી હતી. જે તેણે ભવિષ્યમાં મને બદનામ કરવાના ઈરાદાથી તેના મોબાઈલમાં સાંચવી રાખી હતી. અને આજથી વીસેક દિવસ પહેલા આ ઓડીઓ ક્લિપ તેઓએ સોશિયલ મિડીયામાં વાયરલ કરી હતી. ફરિયાદીએ આની પાછળનું કારણ જણાવતા ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે કે આરોપી નાગજીભાઈ ગેલાભાઈ ચૌહાણ વર્ષોથી પાલનપીરની જગ્યામાં આયોજિત થતા મેળામાં સ્ટોલનું ગેરકાયદે ભાડું ઉઘરાવતા હતા. આ વર્ષે તારીખ 23/9થી 25/9 દરમ્યાન આયોજિત મેળા માટે હડમતીયા ગામના દલિત સમાજના લોકો આગળ આવતા ગામના સરપંચના માર્ગદર્શન હેઠળ મેં તથા મારા પિતાએ આગેવાની લેતા અમો આ મેળાનું આયોજન ન કરી શકીએ એ માટે અમોને બદનામ કરવાના ઉદ્દેશ સાથે દોઢ વર્ષ પૂર્વે મને જબરદસ્તીથી નશો કરાવીને છળથી રેકોર્ડ કરેલી મોબાઈલ ઓડીઓ ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી. આનાથી અન્ય સમાજ સાથે અમારે દુષ્મનાવટ ઉભી થાય તેવો માહોલ બનાવવામાં આવ્યો હતો. આ ઓડીઓ ક્લિપ મારા, મારા પિતાના અને ગામના સરપંચના હવાલાથી વાયરલ કરવામાં આવતા અસંખ્ય લોકોના ફોન અને મેસેજો આવવાના અમોને શરૂ થતાં અમો આરોપીનો બદઈરાદો કળી ગયા હતા. જેથી આ બાબતે તટસ્થ અને યોગ્ય તપાસ કરવાની માંગણી ફરિયાદીએ પોલીસમાં કરી છે. આ બનાવની તપાસ ટંકારા પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. એલ.બી.બગડા ચલાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત વિગત વાળી ઓડીઓ ક્લિપ સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થતા હિન્દૂ સમાજના લોકોએ ભારે વિરોધ કરી ઉહાપોહ કર્યો હતો. ત્યારે હાલ ફરિયાદી બનેલા હડમતીયા ગામના યુવક રાહુલ દલપતભાઈ ચાવડાએ અન્ય સમાજની મૌખિક-લેખિત માફી પણ માંગી હતી. ત્યારે હવે યુવકે હિન્દૂ દેવી-દેવતા વિરુદ્ધ ઉશ્કેરણીજનક બાબત બોલવા માટે નશો કરાવીને છળથી ઓડીઓ ક્લિપ બનાવવાની દુષ્પ્રેરણા આપનાર નાગજી ચૌહાણ સામે ગુન્હો નોંધાવ્યો છે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274