વાંકાનેર : આઈધામ સમિતિ દ્વારા વાંકાનેર અને ચોટીલા બાઉન્ડરી વચ્ચે ગારીડા-રંગપર નજીક આવેલા મોગલ માતાજીના મંદિર શ્રી આઈધામ ખાતે આવતીકાલે તા. 11 ઓક્ટોબરના રોજ પરંપરાગત રીતે આઈ શ્રી મોગલ પ્રાગટ્યોત્સવની ઉજવણી કરવામાં આવશે. ઉજવણી અંતર્ગત સાંજે દાંડિયા-રાસ, મહાઆરતી, મહાપ્રસાદ તથા ચારણી-સાહિત્યના લોકડાયરોનું આયોજન કરવામાં આવ્યું છે. લોકડાયરો કાર્યક્રમ અંતર્ગત લોકગાયક ગોવિંદભા ગઢવી, સાહિત્યકાર મુક્તિદાન ગઢવી, લોકગાયક કૌશિક ગોસ્વામી, લોકગાયક દેવસુરભા ચારણ તથા ભજનિક વિશાલ વરુ દ્વારા આઇવંદના કરવામાં આવશે. આ પ્રસંગે આઈધામ સમિતિ દ્વારા આઇભક્તોને આમંત્રણ આપવામાં આવ્યું છે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274