મૃતકના પિતાએ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી મોરબી : મોરબી તાલુકા જીવાપર ચકમપર ગામે પરિણીતાએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધાના બનાવમાં મૃતક પરિણીતાના પિતાએ તેણીના પતિ અને સાસુ સાસુ સામે દુઃખ ત્રાસ આપી મારવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી છે. તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મોરબી તાલુકાના જીવાપર ચકમપર ગામે આવેલ વાડીએ રહીને ખેતમજૂરી કરતી રસ્તાબેન સંદીપભાઈ આદિવાસી ઉ.વ.20 નામની પરિણીતાએ ગત તા.4 ના રોજ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેણીને મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાઇ હતી. જ્યાં તેણીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવના રાજકોટ તરફથી કાગળિયા આવતા મોરબી તાલુકા પોલીસે એડી નોંધીને તપાસ હાથ ધરી હતી. દરમિયાન મૃતક પરિણીતાના પિતા પીસાભાઈ ઉર્ફે કિસભાઈ કાળુભાઇ અદિવાસીએ પરિણીતાના પતિ સંદીપભાઈ રૂમલસિંગ મવડા અને સાસુ મલીબેન રૂમલસિંગ મવડા સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેમની દીકરી સાથે આરોપી સંદીપે પ્રેમલગ્ન કર્યા બાદ બન્ને પતિ અને સાસુએ દહેજ બાબતે શારીરિક માનસિક ત્રાસ આપી મરવા મજબૂર કરી હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું. તાલુકા પોલીસે તેમની ફરિયાદના આધારે પતિ અને સાસુ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274