મોરબી : જસમતગઢ ગામે નવલા નવરાત્રિના અંતિમ નોરતે ગરબીની બાળાઓને વિશિષ્ટ રીતે સન્માનિત કરી ભેટ સોગાત આપવામાં આવી હતી. આ તકે સમસ્ત ગ્રામજનોએ નારી સુરક્ષાની હિમાયત કરીને સ્ત્રી ભ્રુણ હત્યા નહિ કરવાના અને ક્યાંય થતી હશે તો રોકવાના સંકલ્પ લીધા હતા. નારી શક્તિને આરાધ્ય માની હર હંમેશ તેનું જતન કરી નારી સન્માન આપવાના પ્રણ ગ્રામજનોએ લીધા હતા. બેટી બચાવો અભિયાન અંતર્ગત ગામના સરપંચ, ભૂતપૂર્વ સરપંચ, ગ્રામ્ય આગેવાનો સહિત સમસ્ત ગ્રામ્યજનોની પ્રેરક ઉપસ્થિતિમાં ગરબીની બાળાઓનું હારતોરા કરી સન્માન કરાયું હતું. આ કાર્યક્રમનું સંચાલન ભેટના દાતા ચીમનભાઈ બચુભાઇ મોરડીયા તરફથી કરવામાં આવ્યું હતું. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274