ટંકારા : ટંકારા પો.સ્ટે.ની હદમાં આવતી આઉટ પોસ્ટ પો.સ્ટે. વિસ્તારમાંથી ગુમ થયેલી એક પરપ્રાંતીય મહિલાને નેકનામ આઉટ પોસ્ટના સ્ટાફે શોધી કાઢી તેના પરિવારજનોને સુપ્રત કર્યા હતા. ટંકારા પો. સ્ટે.ના નેકનામ આઉટ પોસ્ટના ઇન્ચાર્જ પો.હેડ.કોન્સ. પ્રફુલભાઈ જે પરમાર, પો.કોન્સ. બીપીનભાઈ અમરશીભાઈ તથા હસમુખભાઈ ચકુભાઈ સહિતના પો.સ્ટાફે ગત 3 ઓગસ્ટના રોજ ગુમ થયેલા મધ્યપ્રદેશના ધાર જિલ્લાના રાજગઢ પો. સ્ટેશનના ગુમસુદા રજીસ્ટર નંબર 40/2019 મુજબના ગુમ થયેલા સારંગીબાઈ સુરેશભાઈ શીંગાર ઉં.વ.35 રહે. રાજગઢ, એમ.પી. વાળી મહિલાને રાજગઢ પોલીસની મદદમાં રહી નેકનામ ગામ, પડધરી રોડ, સરમાયા દાદાના મંદિરના રસ્તે આવેલ સિમમાંથી શોધી કાઢેલ અને રાજગઢ પોલીસની હાજરીમાં મળી આવેલ મહિલાના પિતા સુરેશભાઈને સોંપી આપ્યા હતા. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274