શસ્ત્ર પૂજનમાં એસ.પી., ડિ.વાય.એસ.પી. સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા મોરબી : મોરબીમાં આજે અસત્ય પર સત્યના વિજયના પ્રતીક રૂપે ઉજવાતા વિજયા દશમીના પાવન અવસરે મોરબી જિલ્લા પોલીસ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં એસ.પી. કારણરાજ વાઘેલા, ડી.વાય.એસ.પી. પઠાણ, પી.આઇ., પીએસઆઇ સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ પ્રાચીન પરંપરા પ્રમાણે પોલીસ દળના શસ્ત્રોનું પૂજન કરીને માતાજીને મોરબી જિલ્લામાં કાયમ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવી પ્રાર્થના કરી હતી. આસુરી શક્તિ પર દેવી શક્તિના વિજય રૂપે આજે વિજયા દશમીના પાવન અવસરની ઉજવણી કરવામાં આવી હતી.ત્યારે વિજયા દશમીએ શસ્ત્ર પૂજન કરવાની વર્ષોની પરંપરા મુજબ મોરબી જિલ્લા પોલીસ દ્વારા મોરબી સીટી પોલીસ સ્ટેશન ખાતે આજે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલા, ડી.વાય.એસ.પી. પઠાણ, એ ડિવિઝન પી.આઇ. આર.જે.ચૌધરી, એસઓજી પી.આઇ. આલ સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ પીલીસ દળના શસ્ત્રોનું પૂજન કર્યું હતું. આ તકે સમગ્ર મોરબી જિલ્લા પોલીસ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. જયારે જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં રાજા રજવાડા યુદ્ધ જીતને આવતા ત્યારે વિજયા દશમીએ શસ્ત્રોનું પૂજન કરતા હતા. આ શસ્ત્ર પૂજન કરવાની પરંપરા આજે પણ જીવંત રહી છે. ત્યારે પોલીસે આજે શસ્ત્રોનું પૂજન કરીને મોરબી જિલ્લામાં કાયમ શાંતિ અને સુલેહ જળવાઈ રહે તેવી માતાજીને પ્રાર્થના કરી હતી. જેથી, પોલીસને શસ્ત્રો ઉપયોગ કરવો ન પડે. પોલીસે આજે મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ તેવી પ્રાર્થના કરી હતી. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274