મોરબી : આ વર્ષે પડેલા ભારે વરસાદને કારણે રોડ-રસ્તાઓની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે. રસ્તાઓ પર પડેલા ખાડાઓને કારણે રોજ નાના-મોટા અકસ્માતોના બનાવો સતત બનતા રહે છે. ત્યારે તંત્ર દ્વારા આવા બદહાલ થઈ ગયેલા રસ્તાઓની સમારકામ કામગીરી હજુ હાથ ધરવામાં આવી ન હોવાથી, જેતપર ગ્રામ પંચાયત દ્વારા મહેન્દ્રનગરથી અણીયારી ચોકડી સુધી ડામર કામમાં ઠેર ઠેર ગાબડા પડી જતા તાત્કાલિક રીપેર કરાવવાની માંગણી કરી છે. જેતપર (મ.)ના સપંચ વી.એન.અઘારાએ માર્ગ-મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને લેખિત રજુઆત કરીને મહેન્દ્રનગર-અણીયારી ચોકડી સુધીના ડામર રોડ પર ઠેર ઠેર ગાબડા પડી ગયા હોવાથી આ રસ્તો તાત્કાલિક ધોરણે રીપેર કરાવવાની માંગ કરી છે. રજુઆતમાં વધુમાં જણાવાયું છે કે બેલા (રં) ગામથી આજુબાજુ પુલની સેફટી પાળી તેમજ ડીવાઇડર પણ તૂટી ગયેલ છે. આ રોડ પર આશરે 125 જેટલા સીરામીક યુનિટો આવેલા છે. ભારે માલવાહક ટ્રકોની અહીં સતત અવર-જવર રહે છે. આ બાબતે પીપળી, બેલા (રં), ચકમપર, જીવાપર (ચ.), જસમતગઢ, સાપર, જેતપર અને અણીયારી સહિતના ગામોના સરપંચોએ વારંવાર રજૂઆતો કરેલી હોવા છતાં તંત્ર આ બાબતે યોગ્ય કાર્યવાહી કરતું નથી. દિવસે દિવસે રોડનું નુકશાન વધતું જાય છે ત્યારે તંત્ર આ બાબતે સત્વરે કામગીરી હાથ ધરે એવી સ્થાનિકોમાં માંગ ઉઠી રહી છે Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274