મોરબી : શક્તિની આરાધના ઉપાસનાના મહાપર્વ એવા નવરાત્રિના અંતિમ નોરતે ભાઈ ભાઈ ગ્રુપ દ્વારા અનાથાશ્રમની બાળાઓને ગરબે રમાડીને તેણીઓનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. નવમાં નોરતે રવાપર ઘુનડા રોડ પર ભાઈ ભાઈ ગુપ - મોરબી (નવસારી વાળા) દ્વારા આયોજીત રાસ ગરબા મહોત્સવમાં વિકાસ વિધાલયની 120 જેટલી અનાથ બાળાઓને સહૃદય આમંત્રીને રાસ ગરબા રમાડી બાળાઓને નાસ્તો અને ઈનામ આપી માતા-પીતા, કુટુંબની હૂંફ આપવામાં આવી હતી. આ તકે આયોજકોએ અનાથ બાળાઓને પારિવારિક વાતાવરણ પૂરું પાડતા ઉપસ્થિતોએ પણ ભાવુક બની આયોજનને વખાણ્યું હતું. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274