મોરબી : મોરબી તાલુકાના લાલપર ગામ પાસે આવેલ ફેકટરીમાં કામ કરતી વખતે વિજશોક લાગતા શ્રમિક યુવાનનું મોત નીપજ્યું હતું. આ બનાવની મોરબી તાલુકા પોલીસ પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના લાલપર ગામ પાસે આવેલ ઉદય ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાં રહીને મજૂરી કામ કરતો સહદેવભાઈ સુરેન્દ્રભાઈ પુરશી ઉ.વ.21 નામનો યુવાન ગત તા. 6ના રોજ આ કારખાનામાં એગ લાઈનમાં કામ કરતો હતો. તે વખતે ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. બાદમાં આ યુવાનની ડેડબોડીને પીએમ અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274