મોરબી : મોરબીના બગથળા ગામે રહેતો યુવક ચા બનાવતી વેળાએ દાઝી ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે મળતી વિગત અનુસાર બગથળા ગામે રહેતા કિશોરભાઈ ભવાનભાઈ થારેસા (ઉ.વ.૩૦) આજે સાંજના અરસામાં પોતાના ઘરે ચા બનાવી રહ્યા હતા. તે વેળાએ તેઓ 40 ટકા જેટલા દાઝી ગયા હતા. જેથી તેઓને રાજકોટની હોસ્પિટલમાં રીફર કર્યા હોવાનું જાણવા મળ્યું છે.