મોરબી : મોરબીમાં જાગા સ્વામિ મિત્ર મંડળ અને સમસ્ત મોચી સમાજ દ્વારા ગત તા. 6 ઓક્ટો.ના રોજ શ્રી દશાશ્રીમાળી વણિકજ્ઞાતિની વાડી, નવા ડેલા રોડ ખાતે સરસ્વતી સન્માન સમારંભનું આયોજન કરાયું હતું. જેમા સમસ્ત મોચી સમાજના એલ.કે.જી.થી ધોરણ-૧૨ના કુલ ૧૯૫ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ઈનામો આપવામાં આવ્યા હતા. આ સરસ્વતી સન્માન સમારંભમાં મોચી સમાજના જ્ઞાતિ અગ્રણીઓ અને દાતાઓના સહયોગથી ધોરણ-૧થી ૧૨માં પ્રથમ, દ્વિતિય અને તુતિય નંબર મેળવેલ વિધાર્થીઓને પ્રોત્સાહિત ઈનામો આપવામાં આવ્યા હતા. જેમા પંકજભાઈ.એસ. ચૌહાણ, નિતીનભાઈ રાઠોડ, ભાવેશભાઈ રાઠોડ, અનિલભાઈ ચૌહાણ, લલિતાબેન રાઠોડ સહીત સમાજના દાતાઓ દ્વારા વિધાર્થીઓને સ્કુલ બેગ, કંપાસ, લંચબોક્સ, બોલપેન, મેડલ, શૈક્ષણિક કીટ, સર્ટીફીકેટ, પેડ, ફૂલસકેપ બુક આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત, સમસ્ત મોચી સમાજના દાતાઓ દ્વારા દરેક વિધાર્થીઓને નોટબુક આપવામાં આવી હતી. આ સરસ્વતી સન્માન સમારંભમાં દામજી ભગત (મંહત શ્રી નકલંક મંદિર - બગથળા) તથા મોચી જ્ઞાતિના અગ્રણિઓ ઉપસ્થિત રહયા હતા. આ સરસ્વતી સન્માન સમારંભમાં શ્રી દામજી ભગત દ્વારા આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વક્તાઓ દ્વારા મોચી જ્ઞાતિના અગ્રણિઓ દ્વારા શિક્ષણ ઉપર ભાર મુકવામાં આવ્યો હતો. કપીલભાઈ રાઠોડ દ્વારા પ્રધાનમંત્રી કૌશલ ભારત યોજના હેઠળ ચાલતા શૈક્ષણિક સ્વરોજગાર તાલીમ કેન્દ્રના નિ:શુલ્ક કોર્ષની માહિતી આપવામાં આવી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા જાગા સ્વામિ મિત્ર મંડળ સમૂહલગ્ન સમિતિના પ્રમુખ ધર્મેંન્દ્રભાઈ નાગર, નાથાભાઈ ઝાલા, કાંતિલાલ રાઠોડ તેમજ દિલિપભાઈ પરમાર તથા જાગા સ્વામિ મિત્ર મંડળ યુવા ટીમ સહિતના આગેવાનોએ ખુબ જ જહેમત ઉઠાવી હતી. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274