વૃક્ષ દીવાલ તોડીને રોડ ઉપર પડતા રિક્ષાનો બુકડો બોલી ગયો : સદનસીબે જાનહાની ટળી મોરબી : મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ જિલ્લા પંચાયતના ગેટની સામે રેલવે સ્ટેશન અંદર આવેલ વર્ષો જૂનું પીપળનું વૃક્ષ આજે અચાનક ધારાશાયી થયું હતું. આ વૃક્ષ દીવાલ તોડીને બહારના નવલખી રોડ ઉપર ખાબકતા એક રીક્ષા અને બાઇક ઝપટે ચડી ગયા હતા જોકે રિક્ષાનો બુકડો બોલી ગયો હતો. સદનસીબે આ ઘટનામાં જાનહાની થઈ નથી. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સ્ટેશન રોડ ઉપર જિલ્લા પંચાયતના ગેટની સામે રેલવે સ્ટેશનની અંદર આવેલ વર્ષો જુનું મ તોતીગ વૃક્ષ આજે અચાનક કોઈ કારણોસર તૂટી પડ્યું હતું. આ પીપળનું મહાકાય વૃક્ષ રેલવે સ્ટેશનની દીવાલ તોડીને બહાર નવલખી રોડ ઉપર ખાબકયું હતું.ત્યાંથી પસાર થતા એક રીક્ષા અને બાઇક ચાલક માથે આ વૃક્ષ પડતા રિક્ષાનો બુકડો બોલી ગયો હતો.જોકે આ ઘટના બન્ને વાહન ચાલકનો આબાદ બચાવ થયો હતો.પણ રોડ ઉપર વૃક્ષ પડવાથી રોડ બ્લોક થઈ ગયો હતો.જેના કારણે થોડી વાર માટે ટ્રાફિક ખોરવાયો હતો.