મોરબી : મોરબીના શનાળા રોડ પર ન્યુ હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં આવેલી 27 વર્ષ જૂની પ્રાચીન ગરબીમાં નવરાત્રીના નવેનવ દિવસ રાસ ગરબાની રમઝટ બોલી હતી.જેમાં આ વિસ્તારની બહેનોએ રાસ ગરબે રમીને માતાજીની આરાધના કરી હતી.જોકે ગઈકાલે આઠમના રોજ રાત્રે આ વિસ્તારની બહેનોએ અદભુત તલવાર રાસ રજુ કરીને ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ન્યુ હાઉસિંગ બોર્ડ ત્રણ માળીયા વિસ્તારમાં છેલ્લા 26 વર્ષથી પ્રાચીન પરંપરા મુજબ ગરબી યોજાઈ છે.આજના ધમાલિયા ગીત સંગીતના વાતાવરણને જોજનો દૂર રાખીને આજે પણ આ વિસ્તારમાં પ્રાચીન પરંપરા મુજબ જ માતાજીની સ્તુતિ કરવામાં આવે છે.જેમાં આ વખતે પણ નવરાત્રી મહોત્સવમાં આ પ્રાચીન ગરબીએ ભારે જમાવટ કરી હતી.જેમાં વિવિધ પ્રાચીન રાસોએ ભારે આકર્ષણ ઉભું કર્યું હતું.આ વિસ્તારની બહેનોએ નવરાત્રી મહોત્સવમાં તલવાર રાસ, ઘૂમર રાસ, દાદા હો દીકરી, ભીંજાઈ ઘરચોળું, અઘોર નગારા સહિતના રાસ રજૂ કરીને માતાજીની પ્રાચીન ઢબથી આરાધના કરી હતી.આ ગરબી ના આયોજન સફળ બનાવવા માટે ન્યુ ગુજરાત હાઉસીંગ બોર્ડ ના તમામ લોકો એ ભારે જહેમત ઉઠાવી હતી. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274