સ્વચ્છતા અભિયાનની ટીમ સાથે સોનમ સીરામીક (સોનસેરા) જોડાઈને માર્કેટિંગ યાર્ડની આજુ બાજુમાં સઘન સફાઈ કરી મોરબી : મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા મોરબીના શનાળા રોડ પર આવેલ માર્કેટિંગ યાર્ડની આજુ બાજુના વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મોરબીનું ખ્યાતનામ સોનમ સીરામીક (સોનસેરા ગ્રુપ) જોડાયું હતું. આજના અભિયાનમાં 100 થી વધુ લોકો જોડાયા હતા અને મોરબીને સ્વચ્છ રાખવાનો સંકલ્પ લીધો હતો.સ્વચ્છતા અભિયાન સમિતિએ આજુ બાજુમાં રહેતા લોકો ને અપીલ કરી કે કચરો કચરા પેટી માં નાખવો જોઈએ અને આજુ બાજુ માં સ્વચ્છતા જાળવવાની અપીલ કરી હતી. મોરબીમાં સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા દર રવિવારે સફાઈ અભિયાન ચલાવવામાં આવે છે.આજે રવિવારે મોરબીના માર્કેટીંગ યાર્ડ આજુબાજુમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને સઘન સફાઈ કરીને આ વિસ્તારોને સ્વચ્છ કરી નાખ્યા હતા.ત્યારે આ સ્વચ્છતા અભિયાનમાં જોડાયેલા સોનમ સીરામીકના સાગર ભાઈ દેસાઈએ મોરબી વાસીઓને અપીલ કરી હતી કે,આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વચ્છ ભારત નું સ્વપ્ન સાકાર કરવા લોકોએ જાગૃત થવું જોઈએ અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરી અને આવનારી પેઢીને એક સારું ભવિષ્ય આપવું જોઈએ.દરેક શહેરીજનોને સ્વચ્છતા બાબતમાં નાગરિક ધર્મનું પાલન કરવાની અપીલ કરી હતી. આ ઉપરાંત મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિએ મોરબીમાં આવેલ નાના મોટા ઉદ્યોગો, ફેકટરીઓ અને સંસ્થાઓને અપીલ કરી હતી કે ,તેઓ કોઈ પણ એક રવિવાર મોરબી સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ અને સ્વચ્છ મોરબી મિશનને સાકાર કરવામાં મદદ કરે. જે કોઈ સંસ્થા અથવા ફેક્ટરી વાળા જે તે રવિવાર જોડાવા માંગતા હોય એ સ્વચ્છતા અભિયાન ની ટીમ નો સંપર્ક કરી શકે છે.આમ મોરબીનો સ્વચ્છ બનાવવાના અભિયાનમાં શહેરના દરેક નાગરિકને જોડાઈને આ સફાઉ અભિયાનને લોકજુવાળ બનાવી દેવાની હાકલ કરવામાં આવી છે.