કાર ઉભી ન રહેતા પીછો કરતી વખતે બે ટ્રાફિકના જવાનોને કારની ઠોકરથી ઇજા થઇ હતી. મોરબી : મોરબીના માળીયા ફાટક પાસે શુક્રવારે સવારે એક કાર ઉભી ન રહેતા પોલીસે તેનો પીછો કરતા કારની ઠોકરથી બે પોલીસના જવાનોને ઇજા થઈ હતી. બાદમાં પોલીસે કાર ચાલક પર રોષ ઉતારી બળ પ્રયોગ કર્યાના આક્ષેપ સાથે સ્થાનિકો મહેન્દ્રનગર પાસે ચક્કાજામ કરી દીધો હતો. પોલીસે આ ઘટનામાં કાર ચાલક સહીત બે શખ્સો સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને બન્નેની અટકાયત કરી હતી. આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર બી ડિવિઝનના પોલીસ કર્મચારી ભાવેશભાઈ લાખાભાઈ નાટડાએ મહેન્દ્રનગર ગામે રહેતા કાર ચાલક અતુલભાઈ કાનજીભાઈ પટેલ તથા ગાળા ગામે રહેતા દિનેશભાઇ ઠાકરશીભાઈ પટેલ સામે બી ડિવિજનમાં ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી ગઈકાલે જી.જે.12 એકે 4512 નંબરની કાર લઈને માળીયા ફાટક પાસેથી પસાર થઈ રહ્યો હતો. આથી ફરજ પર રહેલી ટ્રાફિક પોલીસે તેની કાર ઉભી રાખવાનો ઈશારો કર્યો હતો. પરંતુ કાર ચાલકે કાર મારી મુકતા પોલીસે તેનો પીછો કર્યો હતો. તે દરમિયાન કારની ઠોકર લાગવાથી ફરિયાદી અને એક ટ્રાફિકના જવાનને ઇજા પહોંચી હતી. આથી આ ગુનામાં પોલીસે કાર ચાલકની અટકાયત કરીને પોલીસ સ્ટેશને લાવ્યા હતા. તે સમયે બીજો આરોપી આવીને આ અંગે બોલાચાલી કરતા પોલીસે બન્નેની અટકાયત કરીને ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીનેં તપાસ હાથ ધરી હતી. જો કે ગઇકાલની ઘટનામાં કારની ઠોકરથી બે પોલીસમેનને ઇજા થયા બાદ પોલીસે કાર ચાલકની ધોલાઈ કરી બળપ્રયોગના આક્ષેપ સાથે સ્થાનિક લોકોએ મહેન્દ્રનગર ગામ પાસે ચક્કાજામ કરી દીધો હતો. બાદમાં સમજાવટથી મામલો થાળે પડ્યો હતો ત્યારે આજે પોલીસે કાર ચાલક સહિત બે સામે ગુનો નોંધીને અટકાયત કરી હતી. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274