જિલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વધેલાના હસ્તે ડીવાયએસપીમાથી એસપી બનેલા અધિકારી સહિત ચાર પોલીસ અધિકારીને માન સન્માનભેર વિદાય અપાઈ મોરબી : મોરબીમાં બઢતી સાથે બદલી પામેલા ડીવાયએસપી સહિત ચાર પોલીસ અધિકારીના વિદાય સાથે સન્માન સમારોહ યોજાયો હતો.જેમાં મોરબી જિલ્લા પોલીસ વડા ડો કરનરાજ વાઘેલાએ ડીવાયએસપી સહિત ચારેય પોલીસ અધિકારીને મો મીઠા કરાવી પુષ્પ ગુચ્છ દ્વારા સન્માન કરીને શુભેચ્છાઓ પાઠવી હતી. મોરબીમાં છેલ્લા દોઢ બે વર્ષથી ડીવાયએસપી તરીકે ફરજ બજાવીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર અંકુશ મેળવવા નિષ્ઠાપૂર્વક પ્રયાસો કરનાર બન્નો જોશીને તાજેતરમાં એસપી તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે તેમના ડીવાયએસપીમાથી એસપી તરીકે બઢતી આપીને રાજકોટ મધ્યસ્થ જેલમાં નિમણૂક કરવામાં આવી છે.તેમજ પી.આઇ. આર.કે ઝાલાને ડીવાયએસપી તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, મોરબી એસઓજી પી.આઈ.એસ.એમ.સાટી જામનગર અને હળવદના પી.આઈ. એમ.એચ.સોલંકીની બરોડા ખાતે બદલી કરવામાં આવી છે ત્યારે આજે વેજીટેબલ રોડ પર આવેલી મોરબી એસપી કચેરી ખાતે આ ચારેય અધિકારીઓના વિદાય સાથે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડો.કરનરાજ વાઘેલાના હસ્તે ચારેય પોલીસ અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને શુભેચ્છાઓ સાથે તેમને માનભેર વિદાય આપવામાં આવી હતી. આ તકે મોરબી જિલ્લાના તમામ.પી.આઈ.પી.એસ.આઇ તથા સહ પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા. જ્યારે ડીવાયએસપીમાંથી એસપી બનેલા બન્ની જોશીએ મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર અંકુશ મેળવીને નિષ્ઠાપૂર્વક કામગીરી કરીને અમીટ છાપ છોડી છે. જે બદલ મોરબી જિલ્લાના સમગ્ર પોલીસ બેડાએ વિશેષ ગૌરવની લાગણી સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274